દ્વારકાની પાવન ધરા પર સાગરકાંઠે બિરાજમાન ભગવાન દ્વારકાધીશ લાખો લોકોની આસ્થાના સાગર સમાન છે. અહીં દરરોજ ભક્તો દર્શને ઉમટી પડતા હોય છે અને તેમાં પણ નવા વર્ષના પ્રારંભે ભક્તો મોટી સંખ્યામાં દ્વારકાધીશના દર્શને જતા હોય છે. ત્યારે મોરબીના આદ્રોજા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી થી દ્વારિકા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના પ્રવીણભાઈ માવજીભાઈ આદ્રોજા તથા રમેશભાઈ ઠાકરશીભાઈ આદ્રોજા દ્વારા છેલ્લા 32 વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીથી દ્વારિકા પદયાત્રાનું આગામી તા.૧૬/૧૨/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૭ વાગ્યે શક્તિ માતાજી મંદિર-શકત શનાળાથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડાવવા માટે આયોજકો પ્રવીણભાઈ માવજીભાઈ આદ્રોજા Mo.98252 22841 તથા રમેશભાઈ ઠાકરશીભાઈ આદ્રોજા Mo.98252 63335 દ્વારા મોરવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે. તથા વધુ માહિતી માટે પંકજભાઈ ઠાકરશીભાઈ આદ્રોજા Mo.98252 93645 તથા ભગીરથભાઈ પ્રવીણભાઈ આદ્રોજા Mo.98256 72186 નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.









