Friday, December 27, 2024
HomeGujaratમોરબીના કાલિકા પ્લોટમાં મકાનની બારીમાં રાખેલ ત્રીસ હજાર રૂપિયા ભરેલ પાકીટની ઉઠાંતરી

મોરબીના કાલિકા પ્લોટમાં મકાનની બારીમાં રાખેલ ત્રીસ હજાર રૂપિયા ભરેલ પાકીટની ઉઠાંતરી

આજકાલ નાણાંની ઉઠાંતરી અને ચોરીની ઘટનાનો વ્યાપ વધી રહ્યો છે. અને આવા લોકોએ પોલીસના નાકે દમ લાવી દીધો છે. ત્યારે આજે વધુ એક ચોરીના બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. કોઈ અજાણ્યો શખ્સ રહેણાંક મકાનમાં બારી પર રાખેલ પાકીટ સહીત પાકીટમાં રહેલ ૩૦,૦૦૦ રૂપિયા લઈ ફરાર થયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૦૯/૧૦/૨૦૨૨ ના રોજ મોડી રાત્રે મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ કાલીકા પ્લોટ શેરી નં-૨માં રહેતો દિક્ષીતભાઇ વશરામભાઇ પીપરોતર નામનો ૨૧ વર્ષીય યુવકે પોતાનું પાકીટ પોતાના રહેણાક મકાનના રૂમની બારીમા સુતી વખતે રાખ્યું હતું. કે જે પાકીટમાં ૩૦,૦૦૦ રૂપિયા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે રાત્રીનાં સમયનો લાભ લઈ ફરીયાદીના મકાનનો રવેશનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતો. ત્યારે દિક્ષીતે સવારે ઉઠીને જોતા તેનું પાકીટ તેને બારી પર મળ્યું ન હતું. ત્યારે તેણે આખા ઘરમાં તપાસ કર્યા બાદ પણ પાકીટ ન મળતા આખરે તેણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!