મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે મોરબી-૨ ભડિયાદ રોડ ઉપર નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક જાહેરમાં વર્લી ફિચસર્સના અલગ અલગ આંકડાઓ ચીઠ્ઠીમાં લખી પૈસાની હારજીતનો જુગાર રસમી રહેલ આરોપી ઇરાફનભાઈ રફીકભાઈ સમા ઉવ.૨૬ રહે. મોરબી બે સો ઓરડી વરીયાનગરવાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૧,૩૫૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.