મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છી-પીઠ રોડ ઉપર જમાત ખાના નજીક જાહેરમાં વર્લી ફિચર્સના નસીબ આધારિત આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા આરોપી ફારૂક અબુભાઈ દોશાણી ઉવ.૫૧ રહે.મોરબી વીસીપરા મદીના સોસાયટીવાળાને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવી તેની પાસેથી વર્લી ફિચર્સના આંકડાઓ લખેલ સાહિત્ય સહિત રોકડા રૂ.૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કેસ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.