ઉનાળાના વેકેશન દરમિયાન અનેક મકાનોમાં ચોરી થતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. કારણ કે કેટલાંક લોકો ઉનાળાના વેકેશન દરમિયાન માદરે વતન કે પછી બહાર ક્યાંક ફરવા જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે. જેમાં ઘરમાં કામ કરતા ચોકીદારે ત્યાં જ ઘરઘાટી નોકર તરીકે કામ કરતી તેની પત્ની સાથે મળી રૂ.૨૫,૩૨,૫૦૦/-ની ચોરીની ઘટનાને અંજામ આપ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીના પવનસુત” કાયાજી પ્લોટ મેઇન રોડ નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમા રહેતા હિંમાશુભાઇ ચંદ્રકાંન્તભાઇ ચંડીભમ્મરનાં રહેણાંક મકાને ચોકીદાર તરીકે કામ કરતા સદે બહાદુર વિશ્વકર્મા તથા ઘરઘાંટી નોકર તરીકે કામ કરતા બિંદુ સદે બહાદુર વિશ્વકર્મા ફરિયાદીની બહાર ગામ ગયેલ હોય જેથી તેના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી મકાનમા પ્રવેશ કરી રૂમમા કબાટમા રાખેલ રૂ.૧૦,૦૫,૦૦૦/-ની કિંમતના ૫૧.૫ ગ્રામ તોલા સોનાના દાગીના તથા રૂ.૧૬,૫૦૦/-ની કિંમતના ચાંદીના દાગીના તેમજ રૂ.૧૫,૧૧,૦૦૦/- રોકડ મળી કુલ રૂ.૨૫,૩૨,૫૦૦/-નો મુદામાલની ચોરી કરતા સમગ્ર મામલે હિંમાશુભાઇ ચંદ્રકાંન્તભાઇ ચંડીભમ્મરએ મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.