Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં શનાળા રોડ પર એપાર્ટમેન્ટમા ચોરી કરનાર ચોકીદાર અને તેની પત્ની મહારાષ્ટ્રના...

મોરબીમાં શનાળા રોડ પર એપાર્ટમેન્ટમા ચોરી કરનાર ચોકીદાર અને તેની પત્ની મહારાષ્ટ્રના ઠાણેથી ઝડપાયા

મોરબીના વૈભવ એપાર્ટમેન્ટમાં બ્લોક નં ૫૦૧ માં દોઢ માસ અગાઉ ૧૩.૨૪ લાખની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો અને સીસીટીવી નુ ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. જેની તપાસમાં આ ચોરી ત્યાં ચોકીદારી કરતા ઇસમ અને તેની પત્નીએ કરી હોવાનું સામે આવ્યું હતું અને સોસાયટી ના અન્ય સીસીટીવી માં આ દંપતી ચોરી કરીને નાસી જતા નજરે પડ્યું હતું .જે અંગે પોલીસે આરોપી દંપતીને મહારાષ્ટ્રના ઠાણે થી પકડી પાડ્યા છે.જયારે આ ચોરીમાં શામેલ હજુ એક ઈસમ ફરાર છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.એ.જાડેજાની સુચના મુજબ ગત તા.૨૩/૪/૨૦૨૩ ના રોજ ફરીયાદી કમલેશભાઇ નરશીભાઇ હુલાણી (રહે.મોરબી શનાળા રોડ વૈભવનગર સોસાયટીમા આવેલ વૈભવ એપાર્ટમેન્ટ બ્લોકનં.૫૦૧)ના રહેણાંક ફલેટમાંથી એપાર્ટમેન્ટમા ચોકીદાર તરીકે નોકરી કરતા રાજેશકુમાર ઉર્ફે રાજુ બજીરસિંગ વિશ્વકર્મા બીક (નેપાળી), શાંન્તા ઉર્ફે સરીતા રાજેશકુમાર ઉર્ફે રાજુ વિશ્વકર્મા બીક (નેપાળી) (રહે.બંને વૈભવનગર,વૈભવ એપાર્ટમેન્ટ વોચમેન રૂમ,મોરબી હાલ રહે.હાલ બંન્ને નવીમુંબઇ તલોજા, ફેસ-ર સેકટર-૧૬ આશાબરી બીલ્ડીંગ એલ-૧૭/૮૦૬ રહે.વતન ગામ કોટપાડા જિલ્લો કાલીકોટ ગામ-પાલીકા કુમલગાંવ દેશ-નેપાળ) તથા ભેરૂ ઉર્ફે ભરત વિશ્વકર્મા (રહે.નરીનાથ ગ્રામપંચાયત જી.કાલીકોટ નેપાળ)
નામના આરોપીઓએ ફરીયાદી પ્રસંગમા બહારગામ જતા ફરીયાદીના ફલેટના વેન્ટીલેશનની બારી ખોલી બાથરૂમ વાટે મકાનમા પ્રવેશ કરી રોકડ રૂપીયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.રૂ.૧૩,૨૪૦૦૦/-ની ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જેની તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ દંપતિ હાલમાં મહારાષ્ટ્ર ના થાણે માં છે જેથી એક ટીમ બનાવી ને મહારાષ્ટ્ર રાજયના ઠાણે ખાતે મોકલવામા આવેલ હતી.અને ત્યાંથી ચોરી કરનાર પતિ-પત્ની રાજેશકુમાર અને શાંન્તા ઉર્ફે સરીતાને ઝડપી પાડી મોરબી લાવી પુછપરછ કરતા તેના કબ્જામાથી રોકડ રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઇલ તથા આરોપીઓનુ ભારતનુ પાનકાર્ડ, આધારકાર્ડ,પોસ્ટ ખાતાની બચતબુક તથા એસ.બી.આઇનું એ.ટી.એમ એમ ડોકયુમેન્ટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ આ ચોરીના બનાવમાં હજુ પણ એક આરોપી ભેરૂ ઉર્ફે ભરત વિશ્વકર્મા (રહે.નરીનાથ ગ્રામપંચાયત જી.કાલીકોટ નેપાળ) ફરાર હોય તેની પણ શોધખોળ ચાલુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!