સમગ્ર રાજ્યમાંથી હાર્ટ એટેક ના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને સામાન્ય રીતે વૃદ્ધ લોકો માં હાર્ટ એટેક નુ પ્રમાણ વધુ હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી યુવાનો અને આધેડ વ્યક્તિઓના પણ હાર્ટ એટેક ના કારણે મોત થયાના ચિંતાજનક બનાવો સામે આવી રહ્યા છે.
જેમાં મોરબીના તાલુકાના રફાળેશ્વર જીઆઇડીસી માં આવેલ એક ફેકટરીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હરી બહાદુર પરીપાળ (ઉ. વ.૪૩) નામના આધેડ ગઇકાલે સાંજે ૮:૧૦ વાગ્યાના અરસા માં ફેકટરી પર નોકરી એ હતા તે દરમિયાન દરવાજો ખોલવા ની કોશિશ કરતા જ તેઓ ઢળી પડ્યા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પર ના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ થયા છે જેમાં દેખાતા દ્ર્શ્યો મુજબ મૃતક પોતાની નોકરી પર હતા તે દરમિયાન ખુરશી પર બેઠા છે અને મોબાઈલ ફોન માં સમય વિતાવી રહ્યા છે તે દરમિયાન અચાનક ઉભા થઇ ને દરવાજા તરફ જાય છે અને દરવાજો ખોલવાની કોશિશ કરતા જ તેઓ ઢળી પડે છે.
સીસીટીવી વિડિયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો