Thursday, October 22, 2026
HomeGujaratહળવદમાં માસીના ઘરે થોડા દિવસો બાદ જવાનું કહેતા પત્નીએ કેનાલમાં ઝંપલાવી આપઘાત...

હળવદમાં માસીના ઘરે થોડા દિવસો બાદ જવાનું કહેતા પત્નીએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતાને પૈસાની સગવડ થાય ત્યારે માસીના ઘરે જવાનું કહેતા જે બાબતનું લાગી આવતા નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતાં સંજયભાઈ મુંધવાનાં પત્ની જાગૃતિબેન ઉંવ.૩૨એ માસીના ઘરે જવાના પ્રસંગે પતિ પાસે પૈસા માગ્યા હતા. પતિએ નાણાંની સગવડ ન હોવાથી થોડા દિવસ પછી જવાનું કહેતાં જે વાતનું મનમાં લાગી આવતાં જાગૃતિબેને હળવદના રાતકડી હનુમાન મંદિર તરફ જવાના રસ્તે આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેથી પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. હાલ આ બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!