મોરબીમાં પરણિતા પર અત્યાચારની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પરણિતા ગર્ભવતી હોવા છતાં તેના પતિ તથા સાસુ-સસરા દ્વારા તેની સાથે મારકૂટ કરવામાં આવતા તેમજ ગાળો દેવામાં આવતા આખરે પરણિતાએ કંટાળી મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં કન્યાછાત્રાલય રોડ નકલંક પાર્ક સોસાયટી મોરબી જી.આઇ.ડી.સી ની બાજુમા રહેતી મીતલબેન ભાવિકભાઇ ફુલતરીયા નામની પરણિત ને અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તેના પતિ ભાવિકભાઇ મનહરભાઇ ફુલતરીયા, સસરા મનહરભાઇ શીવાભાઇ ફુલતરીયા તથા સાસુ મનહરભાઇ શીવાભાઇ ફુલતરીયા (તમામ રહે-કન્યાછાત્રાલય રોડ નકલંક પાર્ક સોસાયટી મોરબી જી.આઇ.ડી.સી ની બાજુમા મોરબી) હેરાન પરેશાન કરી મારકુટ કરી ગાળો આપી ફરી હાલે મહિલા પ્રેગ્નેટ હોવા છતા તેના પતિ તેમને ઢીકાપાટુનો માર મારેલ હોય અને ખાવા પીવા બાબતે બોલાચાલી કરી ઝઘડાઓ કરી સાસુ સસરા દ્વારા મેણાટોણા મારી મહિલાનાં પતીને અવાર નવાર ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય જેનાથી કંટાળી આખરે પરણિતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.