Sunday, November 24, 2024
HomeGujaratહળવદના ટીકર ગામે પતિ સાથે બોલાચાલી થતા પરિણીતાએ આપઘાતનો કર્યો પ્રયાસ

હળવદના ટીકર ગામે પતિ સાથે બોલાચાલી થતા પરિણીતાએ આપઘાતનો કર્યો પ્રયાસ

હળવદના ટીકર ગામે વાડીએ રહેતી છોટાઉદેપુરની વતની એવી ખેત શ્રમિક પરિણીતાએ પતિ સાથે બોલાચાલી થયાનું મનમાં લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાલ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદના ટીકર ગામે અશોકભાઈ પટેલની વાડીએ રહેતા મૂળ છોટાઉદેપુર જીલ્લાના ખડલા ગામના રહેવાસી મીરાબેન ફુલસિંગભાઈ વેલ્યાભાઈ ભીલ ઉવ.૨૨ને તેના પતિ ફુલસિંગભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થતા જે વાતનું મીરાબેનને લાગી આવતા ગત તા. ૧૨/૦૭ના રોજ રાત્રીના ૮.૪૦ વાગ્યાની આસપાસ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, ત્યારે ઝેરી દવાની અસરના પગલે મીરાબેનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા હાલ તેઓની સારવાર ચાલુ હોય જેથી હળવદ પોલીસે આપઘાતના પ્રયાસ અંગે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!