ટંકારાના અમરાપર ગામે જંગલી જાનવરે એક બાળક પર જંગલી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં બાળકને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે ઘટનાને પગલે સમગ્ર મોરબી જિલ્લામાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા ના અમરાપર ગામે ઇરફાનભાઈની વાડીમા રહી ખેત મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના દસ વર્ષના બાળક પર જંગલી સુવરે અચાનક હુમલો કર્યો હતો. અને સુવરે દસ વર્ષના બાળકને ચુથી નાખ્યું હતું. ત્યારે પરિવારજનોએ તાત્કાલિક ઘટનસ્થળે પહોંચી સુવર્ણ ભગાડ્યો હતો. પરંતુ બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા 108 ઇમર્જન્સીને કોલ કરતા 108 ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને EMTની ટીમ રુબિયા ખુરેસી,પાયલોટ મુકેશભાઈએ બાળકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બાળકને ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. જ્યાં ડો. વિશ્વાસ કાવર દ્વારા બાળકની વધુ સારવાર ચાલુ કરી હતી. અને બાળકને વધુ સારવાર માટે રાજકોટ સિવલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.