Sunday, September 8, 2024
HomeGujaratટંકારાના હરીપર(ભુ) ખાતે રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે મહિલા આરોપી...

ટંકારાના હરીપર(ભુ) ખાતે રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે મહિલા આરોપી ઝડપાઇ

મોરબીમાં રોજ-બરોજ દેશી દારૂ પકડાવવાનાં ગુન્હાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે ટંકારા પોલીસે હરીપર(ભુ) ખાતે રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે મહિલા આરોપીને ઝડપી પડી હતી. જો કે સુર્યાસ્તનો સમય થઇ ગયેલ જેથી મહિલા આરોપીની અટકાયત કરવામાં આવી ન હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ટંકારાના હરીપર (ભુ) ગમે રહેતી જસુબેન મણીભાઇ ચાવડા પોતના રહેણાંક મકાને દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રૂ.૨૦૦/-ની કિંમતનો ૧૦ લીટર દેશી દારૂ, રૂ.૧૦૦/-ની કિંમતનો ૫૦ લીટર ગરમ આથો, રૂ.૨૦૦/-ની કિંમતનો ૧૦૦ લીટર ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૫૩૦/-નો મુદામાલ કબ્જે કરી મહિલા આરોપી સ્થળ પર હાજર મળી આવી હતી. પરંતુ સુર્યાસ્તનો સમય થઇ ગયેલ જેથી મહિલા આરોપીને અટક કરવા પર બાકી રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!