રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તરફથી રાજકોટ રેન્જ ખાતે ગંભીર પ્રકારના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ એક માસ સુધીની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા મહિલા આરોપીને રાજકોટ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી એલ.સી.બી. પી.આઇ.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતા. તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા મહીલા આરોપી કુંવરબેન દેવાભાઇ સોલંકી (રહે.રાજકોટ વાળી હાલે રાજકોટ, ૮૦ ફૂટ હ્યુન્ડાઈ શોરૂમ ની સામે, નદી કાંઠે) રાધાબેન દેવીપુજકના રહેણાક મકાનમા સાથે રહેતા હોવાની ચોકકસ બાતમીના આધારે મહીલા કર્મયારીની સાથે એલસીબી ટીમ દ્વારા રાજકોટમાં બાટામવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી કુંવરબેન દેવાભાઇ સોલંકી (રહે.રાજકોટ ૮૦ ફૂટ હ્યુન્ડાઈ શોરૂમ ની સામે, નદી કાંઠે, રાધાબેન દેવપુજકના રહેણાક મકાનમાં તા.જી.રાજકોટ) મળી આવતા મજકુર મહીલા આરોપીને ચીલ ઝડપના ગુન્હામાં હસ્તગત કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે.