Saturday, January 11, 2025
HomeGujaratટંકારામાં રસોઈ બનાવતી વેળાએ કુકર ફાટતા મહિલા દાજી

ટંકારામાં રસોઈ બનાવતી વેળાએ કુકર ફાટતા મહિલા દાજી

ટંકારાના લખધીરગઢ ગામે નેચરલ ટેક્નો ફાઇબર કારખાનાની ઓરડીમા રહેતી સુલેચંદદેવી માનતુનભાઇ મુખ્યા નામની પરણિતા ગત તા.૦૫/૦૫/૨૦૨૩ ના સાંજના સમયે જમવાનું બનાવતી હતી. ત્યારે અચાનક કોઇ કારણોસર કુકર ફાટ્યું હતું. જેને લઈ મહિલા શરીરે દાજી જતા તેને પ્રથમ ટંકારાની ખાનગી હોસ્પીટલમા સારવાર ખસેડવામાં આવી હતી જ્યાં તેણે સારવાર લઇ ઘરે જતી રહેલ હતી. જે બાદ ગઈકાલે તેની તબીયત વધુ નાદુરસ્ત થતા તેને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. અને ત્યાથી રાજકોટ સરકારી હોસ્પિટલમા વધુ સારવાર માટે ખસેડવામાં આવતા પરિણીતાને બર્ન્સ વોર્ડમા સારવારમા દાખલ કરવામાં આવેલ હતી. જેને લઈ રાજકોટ સરકારી હોસ્પિટલના ડોક્ટરએ સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ટંકારા પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!