હળવદ તાલુકાના ઢવાણા ગામે પિયર ધરાવતી પરિણીતાને સાસરે જવાનું સમજાવતા જે બાબતનું લાગી આવતા એસિડ ગટગટાવી મોત વ્હાલું કર્યાનો બનાવ બનવા પામ્યો હતો.
મળતી માહિતી અનુસાર હળવદના ઢવાણા ગામે કાળુભાઇ દુધરેજીયાની પુત્રી ખમ્માબેન ઉવ.૨૭ના લગ્ન ચાર વર્ષ પૂર્વે સુરેન્દ્રનગર જીલ્લાના ખંપાળીયા ગામના વિજયભાઇ જેસીંગભાઇ વસવેલીયા સાથે થયા હતા. ત્યારે ખમ્માબેનને સાસરે ગમતું ન હોય એટલા માટે છેલ્લા નવ માસથી પોતાના પિયર ઢવાણા ગામ રહેતા હોય તે દરમિયાન પિયરજનો તેમને સાસરે જવાનું સમજાવતા જે બાબતનું લાગી આવતા ખમ્માબેને બાથરૂમ સાફ કરવાનું એસિડ ગટગટાવી લેતા તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. હાલ હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.