મોરબીના શનાળા રોડ પર મોમ્સ હોટલ સામે કાર આઇસર પાછળ ઘૂસતા એક મહિલાનું મોત નિપજ્યું છે. જે કાર મૃતકના પતિ ચલાવતા હતા, જેમને સામાન્ય ઈજા થઈ હતી. હાલ એ ડિવિઝન પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના શનાળા રોડ પર આવેલ મોમ્સ હોટલની સામે તા.૦૪/૧૧ને મંગળવારની વહેલી સવારે એક દુર્ઘટનામાં એક મહિલાનું દુર્ભાગ્યપૂર્ણ મોત નિપજ્યું હતું. જેમાં મોરબીમાં મોર ભગતની વાડી, ગોકળદાસ પ્રાગજીવન જીન પાછળ રહેતા પ્રકાશભાઈ જીવણભાઈ કંજારીયા અને તેમના પત્ની હીનાબેન ઉવ.૨૭ પોતાની રીનોલ્ટ કંપનીની ટ્રાઇબર નવી કાર લઈને બસ સ્ટેન્ડ બાજુ નાસ્તો કરવા જતાં હતાં ત્યારે પ્રકાશભાઈ દ્વારા પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવતા મોમ્સ હોટલ સામે રોડ સાઈડમાં ઉભેલ આઇસર પાછળ કાર અથડાઈ હતી, ત્યારે સર્જાયેલ અકસ્માતમાં હીનાબેનનું મૃત્યુ નિપજ્યું હતું, હાલ પ્રકાશભાઈના ભાઈ મનસુખભાઇ જીવણભાઈ કંજારીયાની ફરિયાદને આધારે પોલીસે આરોપી પ્રકાશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









