ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયું છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
જ્યારે ભારે પવનના કારણે મોરબીના બેલા નજીક સિરામિક ફેકટરીમાં ચીમનીનો લોખંડનો ભાગ તૂટી પડ્યો હતો મોરબીની સિરામીકનો ફેકટરીમાં લગાવવામાં આવેલ ચીમનીનો લોખંડનો એક ભાગ પડતા તેની નીચે રામકન્યા( રહે.એમ.પી ઉ. વ.આશરે ૪૦) નામની મહિલા દબાઈ જતા તેને તાત્કાલિક બહાર કાઢી મોરબી સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડાઇ હતી.
પરંતુ માથામાં ગંભીર ઈજાઓ ને કારણે સારવાર મળે તે પેહલા જ મહિલાનું મોત નીપજ્યું હતું.હાલ પોલીસે બનાવની નોંધ કરવા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી છે.