વાંકાનેરમાં છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારીથી પીડિત ૩૮ વર્ષીય મહિલાએ ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર શહેરના કુંભારપરા શેરી નં. ૬ માં રહેતા સાલુબેન ઉર્ફે સાલીની દીપકભાઈ મંછારામભાઈ દુધરેજીયા ઉવ.૩૮એ માનસિક બીમારીના કારણે કંટાળી જઈ પોતાના ઘરના બીજા માળે રૂમમાં પંખા સાથે ચુદળી બાંધી ગળેફાસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. મૃતક સાલુબેનને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક તકલીફ હતી અને તેની સારવાર પણ ચાલુ હતી. બનાવ અંગે પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મો દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









