મોરબી બાયપાસ રોડ ઉપર શેર-એ પંજાબ હોટલ સામે એક દંપતી મોટરસાયકલ લઈને જતા હોય ત્યારે પાછળથી કોઇ અજાણ્યા ટ્રક ચાલકે ટ્રકે એક્સીડન્ટ કરી દંપતીને માથાના ભાગે તથા શરીરે ભાગે ગંભીર ઇજા પહોંચાડતા મહિલાનુ મોત નિપજતા ટ્રક ચાલક વિરુધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી બાયપાસ રોડ ઉપર શેર-એ પંજાબ હોટલ સામે ગત તા.૦૯/૧૦/૨૦૨૩ને સાંજના આઠેક વાગ્યે ફરિયાદી પ્રદિપભાઇ હીરાચંદભાઇ વૈધ તેઓના પત્નિ પારૂલબેન સાથે ફરીયાદીના મોટરસાયકલ GJ.૦૩.HC.૪૬૨૨ નંબરના હીરો કંપનીનુ સુપર સ્પ્લેન્ડર લઈને જતા હોય ત્યારે પાછળથી કોઇ અજાણ્યા ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલની પાછળના ભાગેથી એક્સીડન્ટ કરી ફરીયાદી તથા તેના પત્નિને માથાના ભાગે તથા શરીરે ભાગે ગંભીર ઇજા પહોંચાડતા ફરીયાદીના પત્નિનુ મોત નિપજતા અને બનાવ બાદ અજાણ્યા ટ્રકનો અજાણ્યો ચાલક ટ્રક સહીત નાશી જતા તેના વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.