વાંકાનેરના નર્સરી ચોકડી થી આગળ થાનરોડ હેમપેડ કારખાના પાસે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મોટરસાઇકલ લઇ જતા દંપતીને નંબર પ્લેટ વગરના છકડા ચાલકે સામેથી આવતા દંપતીએ મોટર સાયકલ સાઈડમાં લેતા પાછળ બેઠેલ પત્નીને છકડા ચાલકે ઠોકર મારતા મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના મેલડી માતાના મંદિર પાસે જુના ઘુંટુ રોડ પર સિલ્વર સોસાયટી ખાતે રહેતા અશોકભાઈ ચંદુભાઈ દેગામાં પોતાના પત્ની સાથે ગત તા.૦૫/૦૯/૨૦૨૩ના રોજ નર્સરી ચોકડીથી આગળ થાનરોડ હેમપેડ કારખાના પાસે રાત્રીના સાડા આઠેક વાગ્યા આસપાસ પસાર થઈ રહયા હતા. ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળી નંબર વગરની છકડો રિક્ષા સામેથી ચલાવી અચાનક ફરિયાદીના GJ-36-P-4714 નંબરના મોટર સાયકલ તરફ આવવા દેતા ફરીયાદીએ તેનુ મોટર સાયકલ સાઇડમા લેતા પાછળ બેઠેલ ફરીયાદીના પત્ની કુસુમને છકડાનો સાઈડનો ભાગ ભડકાડી દેતા પડી જતા શરીરે મૂઢ ઇજા તેમજ જમણા પગે નળાના ભાગે ઇજા થતા સારવાર માટે મોરબી આયુશ હોસ્પિટલ ખાતે લઇ જતા ડોકટરે જમણા પગે નળાના ભાગે ફેકચર જેવી ઇજા થયેલનુ જણાવેલ હોય ત્યારે છકડો રિક્ષા લઈને નાશી જતાં સમગ્ર મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.