વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડથી આગળ નેશનલ હાઇવે ઉપર રોડની કટ પાસે રસ્તો ઓળંગી રહેલ મૂળ ગોધરાની હાલ વાંકાનેર તાલુકાના રંગપર ગામે ખરાબાની જમીનમાં ઝૂપડામાં રહેતી ૫૦ વર્ષીય મહિલાને અજાણ્યા ટ્રકે હડફેટે લઈ શરીરે તથા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવ બાદ અજાણ્યો ટ્રક ચાલક પોતાનો ટ્રક સ્થળ ઉપરથી લઇ નાસી ગયો હતો. ત્યારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નિપજ્યું હતું. હાલ મૃતકની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ પંચમહાલ જીલ્લાના ગોધરા ગામની વતની હાલ વાંકાનેર તાલુકાના રંગપર ગામે સોમનાથ હોટલ સામે ખરાબાની જમીનમાં ઝૂપડામાં રહેતી ધનુબેન ભીખાભાઈ બારૈયા ઉવ.૫૦ એ વાકાંનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક આરોપી સામે ફરિયાદ નોંધાવી જે ગત તા. ૨૩/૦૬ ના રોજ મેસરીયા ગામના પાટીયાથી આગળ ભલગામ તરફ જવાના રસ્તે ને.હા રોડ ઉપર આવેલ કટ પાસેથી મૃતક ધનુબેન રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે વાંકાનેર બાજુથી ફુલ સ્પીડથી અને બેદરાકારીથી આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે ફરીયાદી ધનુબેનને હડફેટે લેતા માથામાં, પગમાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પોહચાડતા સારવારમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અક્સ્માત સર્જી અજાણ્યો ટ્રકની ચાલક પોતાનો ટ્રક લઇ નાસી ગયો હતો, ત્યારે પોલીસે હિટ એન્ડ રનના બનાવ અંગે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.