રસોઈ બનાવતી વખતે કેરોશીન કપડાં પર ઢોળાતા ચૂલાની ઝાળે આગની દુર્ઘટનામાં પ્રૌઢ મહિલાનું મૃત્યુ.
હળવદ તાલુકાના માથક ગામમાં રહેતા ૪૫ વર્ષીય સોનલબેન રૈયાભાઇ સરૈયા ઘરે રસોઈ બનાવતી વખતે અકસ્માતે કેરોશીન કપડાં પર ઢોળાતા આગની ઝપટમાં આવી ગયા હતા. ત્યારે ગંભીર રીતે દાઝેલા સોનલબેનને મોરબી પછી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
હળવદ પોલીસ સ્ટેશનના અ.મોત અંગે નોંધાયેલ વિગતો મુજબ, તાલુકાના માથક ગામે રહેતા સોનલબેન રૈયાભાઈ ડાયાભાઈ સરૈયા ઉવ. ૪૫ ગઈકાલ તા. ૮ એપ્રિલના રોજ સવારે અંદાજે ૬:૩૦ વાગ્યાના આસપાસ ચુલા પર રસોઈ બનાવી રહ્યા હતા. તે સમયે ચુલામાં કેરોશીન રેડતી વખતે કેરોશીનનો ઢાંકણુ બંધ ન થયું હોય અને અકસ્માતે કેરોશીન કપડાં પર ઢોળાઈ જતા ચુલાની ઝાળે, કપડામાં આગ લાગતા સોનલબેન ગંભીર રીતે દાઝી ગયા હતા, જેથી તેમને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, હાલ હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.