હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગર સોસાયટીમાં રહેતા વનીતાબેન જયંતીભાઈ ભુદરભાઈ ચાવડાએ આરોપી વસંતબેન રમેશભાઈ સોનાગ્રા, તુષાર રમેશભાઈ સોનાગ્રા, રમેશભાઈ હરજીભાઈ સોનાગ્રા તેમજ દિનેશભાઇ હરજીભાઈ સોનાગ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૭ ના રોજ વનીતાબેનના મકાનની સામેના કોમન પ્લોટમાં કોઈએ બાવળ કાઢ્યા હોય જેથી વનીતાબેને પૂછ્યું કે, આ બાવળ કોને કાઢ્યા ? ત્યારે પડોશમાં રહેતા આરોપી વસંતબેન અને તેના દીકરા તુષારે ફરિયાદી વનીતાબેન સાથે બોલાચાલી બાદ ઝપાઝપી કરી વનીતાબેનને ધક્કો મારી નીચે પછાડી દીધા હતા. જે દરમિયાન અન્ય બંને આરોપીઓએ આવીને ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. ત્યારે આ હુમલામાં વનીતાબેનને હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી. હાલ હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.









