મોરબીના રફાળેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ એવાઈ ડેકોર નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ ખેડા જીલ્લાના વજેપાલ ગામના વતની સંજયભાઈ દિપાભાઈ ચાવડા ઉવ.૨૧એ કોઈ અગમ્ય કારણોસર એવાઈ ડેકોર કારખાનાની લેબર કોલોનીમા પોતે પોતાની જાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લોખંડની એંગલ સાથે ખાટલાની પાટ્ટી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ મામલે તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી, આગળની તપાસ શરૂ કરી છે.