મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ રોક સીરામીક કારખાનામાં કામ કરતી વેળા વિરેન્દ્રકુમાર ચૌહાણ ઉવ.૩૦ રહે. રોક સિરામીક વાળા દીવાલ ઉપરથી નીચે પડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, ત્યારે ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, પોલીસે સ્થળ ઉપર આવી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.