મોરબી તાલુકાના નવી પીપળી ગામની સીમમાં આવેલ સિપોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા રાજુભાઇ જગન્નાથ યાદવ ઉવ.૨૦ નામના શ્રમિકે ગઈકાલ તા.૨૦/૦૫ના રોજ લેબર ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.