મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલી પ્રિયા સિરામીક ફેક્ટરીમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વતની માણિકચંદ્ર લલીત ગોપેને ઉવ.૩૫ ગઈ તા.૧૪/૦૮ના રોજ પ્રિયા સિરામીક કારખાનામાં આરોપ્લાન્ટમાં પાણી ભરવા જતા ઈલેકટ્રીક સોર્ટ લાગતા તેમને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ દિવસની ટૂંકી સારવાર દરમિયાન માણિકચંદ્ર ગોપેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.