મોરબી તાલુકાના રંગપર ગામ ખાતે આવેલી સીરામિક ફેક્ટરીમાં કામ દરમ્યાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પતરૂ તૂટી જતાં ઊંચાઈ પરથી નીચે પડતા શ્રમિકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મૃત્યુની નોંધ કરી છે.
મોરબી તાલુકાના રંગપર ગામ ખાતે આવેલી સ્પારકોસ સીરામિક ફેક્ટરીમાં ગઈકાલ તા. ૨૯/૦૧ના રોજ કામ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃતક ઇરફાનભાઈ મહેબુબભાઈ સમા ઉવ.૪૧ રહે.પરશુરામનગર મોરબી-૨ વાળા કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક પતરૂ તૂટી જતાં તેઓ અંદાજે ૧૮ થી ૨૦ ફૂટ ઊંચાઈ પરથી નીચે પડી ગયા હતા. ત્યારે સાથે કામ કરતા સલીમખાને તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









