મળતી માહિતી અનુસાર, રણજીતભાઈ જેન્તીભાઈ સોંદરવા ઉવ.૩૦ રહે.ગામ અકાળા ગીર તા.માળીયા હાટીના જી. જુનાગઢ હાલ રહે.ઢુવા ગામ વરમોરા ટાઇલ્સ કારખાના વાળો ગઈ તા.૧૯/૦૪ ના રોજ રાત્રીના વરમોરા ટાઇલ્સ કારખાનામાં કામ કરતા હતા ત્યારે છત ઉપરથી નીચે પડી જતા તેમને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા થયેલ જેથી, જેની પ્રાથમિક સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં કરી, વધુ સારવાર રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોય જ્યાં ચાલુ સારવાર દરમિયાન ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કરેલ હતું, જેથી પ્રાથમિક પંચનામું કરી રાજકોટ પોલીસે કાગળો બનાવી વાંકાનેર તાલુજ પોલીસમાં રવાના કર્યા હતા, જે અત્રેના તાલુકા પોલીસ મથકે પહોચતા, મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતનો નોંધ કરી છે.