મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે મોરબી-માળીયા હાઇવે પર આવેલા નિલકંઠ પેટ્રોલપંપ સામેના વાહન પાર્કિંગમાં સુતેલ પરપ્રાંતિય એક પુરૂષનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના ભરતનગર નજીક નીલકંઠ પેટ્રોલપંપ સામેના પાર્કિંગમાં તા. ૨ મે, ૨૦૨૫ના રોજ બપોરે લગભગ ૧ વાગ્યાના પૂર્વે, રામખેલાડી રામપાલ મીણા, ઉવ.૫૦ રહેવાસી નરહટ ગામ થાના પ્રતાપગઢ, જી. અલવર (રાજસ્થાન)નામનો વ્યક્તિ સુતો હોય બાદ ઉઠેલ ન હોય અને કોઇપણ કારણસર મરણ ગયો હોવાનું સામે આવતા, પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન મૃતકના નાનાભાઈ રામકિશોર રામપાલ મીણા મૂળ રાજસ્થાન હાલ રહે-મોરબી-૨ જનકપુરી સોસાયટી સામાકાઠે વાળાએ આપેલ વિગતોને આધારે અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.