આઇપીએલના પ્રારંભની સાથે ક્રિકેટના સ્ટાની મોસમ પુર બહારમાં ખીલતી હોય તેમ અનેક સટાબાજો પોલીસ ઝપટે ઝડતા હોય છે ત્યારે મોરબી-રાજકોટ રોડ પર આવેલ સીતારામ હોટલ પાસે જાહેરમાં ટી-20 ના મેચ ઉપર સટો રમતા એકને ઝડપાયો હતો.
પોલીસે ચેન્નઇ સુપર કિંગ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચની ઉપર જુગાર રમી રમાડી આરોપી કલ્પેશભાઇ ભગવાનજીભાઇ અઘેરાએ આરોપી પ્રકાશ નરભેરામભાઇ ભુતના કહેવાથી આરોપી રમેશ ઉર્ફે માલદે બાબુભાઇ આહિર સાથે ફોન ઉપર સોદા કરી કરાવતા હતા જેમાં આરોપી કલ્પેશભાઇ ભગવાનજીભાઇ અઘેરાને ઝડપી લીધો હતો. જેના કબ્જામાંથી રોકડ રૂ.૩૩૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૩૦૦૦ સહિત રૂ.૬૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે મોહસીન અલીભાઇ ફુલાણી સહિત અન્ય ઈસમો હાજર ન મળતા પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
મોરબીના ખરેડા ગામે પતા ટીંચતા ચાર પકડાયા
મોરબી તાલુકાના ખરેડા ગામે કોળીવાસમાં જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઇડ પાડી હતી. આ દરમીયાન જાહેરમાં જુગાર રમતા દયારામભાઇ શામજીભાઇ પાડલીયા, પ્રગ્નેશભાઇ મુકુંદભાઇ પંડ્યા, રમેશભાઇ ચકુભાઇ ચાડમીયા, મનસુખભાઇ ઉર્ફે બાબુભાઇ જેસંભાઇ કુંગશીયાને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓના કબ્જામાંથી રૂ.૧૨૦૦૦ ના મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરમાથી વરલીબાજ ઝડપાયો
વાંકાનેરની અમરસિંહજી મીલ કોલોની પાસે મીલ પ્લોટમાં વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. આ દરમીયાન જાહેરમાં વર્લી ફીચરના આંકડાં લેતા આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે અપ્પુ મહાવીરસિંહ જેઠવા (ઉ.વ.૨૬ રહે.મીલ પ્લોટ, મીલ કોલોની,વાંકાનેર તા.વાંકાનેર) ને પોલીસે ઝડપી લીધો હતો.પોલીસે આરોપીના કબ્જામાંથી રોકડા રૂ.૧૬૫૦૦, બે વીવો કંપનીના મોબાઇલ જેની કી.રૂ.૧૦,૦૦૦ સહિત કી.રૂ.૨૬૫૦૦ના નો મુદામાલ કબ્જે કરી વરલી બાજ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.