મોરબી શહેરમાં શનાળા રોડ હાઉસીંગ બોર્ડમાં રોડ-રસ્તા રીપેરીંગ કરી ખુલ્લી ભૂગર્ભ ગટરના ઢાંકણા નાખી આપવા અંગે શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી દ્વારા કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું કે મોરબી શહેરમાં વોર્ડ નં.૯ શનાળા રોડ ઉપર આવેલ હાઉસીંગ બોર્ડમાં કન્યા છાત્રાલય રોડ તથા ચિત્રકુટથી સરદાર રોડ સુધીના રોડ-રસ્તા ખુબ જ બિસ્માર હાલતમાં આવેલ છે. આ રસ્તાઓમાં વરસાદી અને ગટરના પાણી ભરાવવાના કારણે અકસ્માત થવાની દહેસત છે. તેમજ ભૂગર્ભ ગટરના ઢાંકણા તુટી જવાના કારણે ખુલ્લી ગટરમાં લોકો તેમના વાહનો સાથે નિકળતા હોય, આ ગટરના ઢાંકણા તુટી ગયા હોવાના કારણે ગંભીર અકસ્માતની સંભાવના છે.
જેથી ઉપરોકત લેખિત રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલીકના ધોરણે રોડ-રસ્તાઓ રીપેરીંગ કરી ગટરના ઢાંકણા નાખી આપવા અંગે ઘટીત કાર્યવાહી કરવા વિનંતી સાથે માંગ કરવામાં આવી છે.