મોરબી-બરેલી ભુતકાળમાં ટ્રેઇન આપેલ, ટાઇમ ટેબલમાં નામ પણ આવી ગયેલ પરંતુ ટ્રેઈન શરુ ન થઇ
મોરબી-બરેલી રૂટની ટ્રેઈન શરૂ કરવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ દ્વારા વેસ્ટર્ન રેલ્વે મુંબઈ મેઈન કચેરીના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે આ સાથે આ લેખિત રજૂઆતની રેલ્વે મંત્રી, સાંસદ કચ્છ-મોરબી, પ્રમુખ મોરની ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ તથા મોરબી-માળીયા ધારાસભ્યને નકલ રવાના કરી પ્રજા સુખાકારી માટે માંગણી સાથે રજૂઆત કરાઈ છે.
ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે મોરબી ઔદ્યોગીક શહેર છે અહીં યુ.પી., એમ.પી., રાજસ્થાન, બિહાર તથા અન્ય રાજયોના શ્રમીકો, વેપારી અને ગ્રાહકો આવે છે. મોરબીનું રેલ્વે પેસેંજરનું કલેકશન દરરોજનું અંદાજે ત્રીસ હજાર જેટલું છે ત્યારે આર્થિક રીતે રેલ્વેને ફાયદાકારક છે જો પ્રજાની સવલત માટે અને રેલ્વેને આર્થિક લાભ માટે મોરબી-બરેલી ટ્રેઇન ચાલુ થાય તો વધારે સારું રહેશે. ભુતકાળમાં મોરબી-બરેલી ચાલુ થશે તેની માહીતી ટાઇમ ટેબલમાં આવી ગઇ હતી પરંતુ એકાએક શું થયુ કે ટ્રેઈન ચાલુ થઈ નહીં. મોરબીનું રેલ્વે સ્ટેશન અધતન બને છે પરંતુ પ્રજાની સગવડતાને નામે મીંડુ છે જેટલી વધારે પેસેંજર ટ્રેઇન ચાલુ થશે તેટલી પ્રજાને સવલત અને રેલ્વેને આર્થિક ફાયદો થશે તો પ્રજાની માંગણી લઇને મોરબી બરેલી ટ્રેઇન શરૂ કરશો તેવી અપેક્ષાસહ માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી.