માળીયા(મી) તાલુકાના ખીરઈ ગામે ખેત શ્રમિક તરીકે કામ કરતા ૩૫ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી છે.
માળીયા(મી) તાલુકાના ખીરઈ ગામ સીમમાં રોહીતભાઈ સવજીભાઈ પટેલની વાડીએ રહેતા મુકેશભાઈ ગુમીયાભાઈ નાયક ઉવ.૩૫ મૂળરહે. થડગામ તા.કવાટ જી.છોટા ઉદેપુરના રહેવાસી ખેત શ્રમિક તરીકે કામ કરતા હતા. મળતી માહિતી મુજબ તેમની પત્નીનું બે વર્ષ પહેલા અવસાન થતાં તેઓ લાંબા સમયથી ઉદાસ અને ગુમસુમ રહેતા હતા. જીવનથી નાશીપાસ થઈ તેમણે ગઈકાલ તા.૨૬/૧૨/૨૦૨૫ના રોજ ઝેરી દવા પી લીધી હતી. ત્યારે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે માળીયા(મી) પોલીસને જાણ કરતા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









