Wednesday, March 18, 2026
HomeGujaratહળવદના નવા વેગડવાવ ગામે ઝેરી દવા પી જતા ખેત શ્રમિક યુવાનનું મોત

હળવદના નવા વેગડવાવ ગામે ઝેરી દવા પી જતા ખેત શ્રમિક યુવાનનું મોત

હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે ૩૫ વર્ષીય ખેત શ્રમિક યુવાને ભુલથી ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અ.મોત નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના નવા વેગડવાવ ગામે શંકરભાઇ કાનજીભાઈની વાડીએ રહેતા રણજીતભાઈ રાજુભાઈ તડવી ઉવ.૩૫ મૂળ છોટાઉદેપુર જીલ્લાના મોટા વાંટા ગામના વતની જીદ્દી સ્વભાવના હોવા તથા નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જતા હોવાનું જણાવાયું છે. ત્યારે ગઈકાલ તા.૧૭/૦૩/૨૦૨૬ના રોજ કોઈ કારણસર ગુસ્સામાં ભુલથી ઝેરી દવા પી લેતા તેમની તબિયત બગડી હતી. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!