મોરબીમાં ઈમરજન્સી એટલે યુવા આર્મીથી જાણીતુ યુવા આર્મી ગ્રુપ તેમના સેવા કાર્યથી હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે. કારણ કે યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ધ્યેય સાથે મોરબીના લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી કરવા ૨૪ કલાક તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યું છે. કોરોના કાળમાં અવારનવાર બ્લડ બેંકમાં ક્યારેક બ્લડ ની ખુબ જ સોર્ટેજ ઉભી થઈ જાય છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્લડ ની જરૂરીયાત વાળા દર્દીઓના પરીજનો ને જે તે બ્લડ ગ્રુપનુ બ્લડ શોધવુ ખુબ જ મુશ્કેલ થઈ જતુ હોય છે.
ગઈકાલે મોરબીમાં આયુષ, સમર્પણ જેવી નાની મોટી હોસ્પિટલ મા સારવાર અર્થે આવેલ દર્દીઓ માટેએ પોઝિટિવ બ્લડની સોર્ટેજ ઉભી થઈ હતી જેની જાણ સંસ્કાર બ્લડ બેંક દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી જે માટે થયને યુવા આર્મી ગ્રુપ દ્વારાના સભ્યો દ્વારા તાત્કાલિક ૧૦ બોટલએ પોઝિટિવ તથા અન્ય એક દર્દી માટે ૧ બોટલએ નેગેટિવ બ્લડની વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવી હતી. બ્લડની જરૂરીયાત માટે કે કોઈ ની જરૂરીયાત સમયે બ્લડ રક્તદાન રુપી સેવાકીય કાર્યમા જોડાવા માટે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયા દ્વારા જણાવાયું છે.