Saturday, April 5, 2025
HomeGujaratહળવદના કેદારીયા ગામ નજીક કારની ઠોકરે બાઇક ચાલક યુવકનુ મોત.

હળવદના કેદારીયા ગામ નજીક કારની ઠોકરે બાઇક ચાલક યુવકનુ મોત.

હળવદ નેશનલ હાઇવે ઉપર કેદારીયા ગામના પાટીયા નજીક કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, અકસ્માતની ઘટનાને લઈને મૃતકના નાનાભાઈ દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ છે.

- Advertisement -
- Advertisement -

હળવદના કેદારીયા ગામે રહેતા રસિકભાઈ કાનજીભાઈ પરોંઢ ગઈ તા.૦૨/૦૪ના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં પોતાનું બાઇક રજી.નં.જીજે-૧૩-એચએચ-૬૧૬૬ લઈને જતા હોય ત્યારે હળવદ નેશનલ હાઇવે ઉપર કેદારીયા ગામના બોર્ડ પાસે રોડ ઉપર સિયાઝ કાર રજી.નં. એમએચ-૨૪-એફએક્સ-૧૯૨૫ના ચાલકે પોતાના હવાલાવાળી કાર પુરપાટ ઝડપે અને બેદરકારીથી ચલાવી રસિકભાઈના મોટરસાયકલને હડફેટે લેતા, તેઓને માથામા, પગમા તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોચતા રસિકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકના નાના-ભાઈ અરવીંદભાઇ કાનજીભાઇ પરોંઢની ફરિયાદને આધારે હળવદ પોલીસે કાર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અટક કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!