મોરબી તાલુકાના રંગપર-જેતપર રોડ ઉપર વિરાટનગર ગામ નજીક ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી પલ્સર બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોચતા, તેને પ્રથમ સારવારમાં મોરબીની કગનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જતા રસ્તામાં જ ઇજાગ્રસ્ત યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતાએ તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોરબી જીલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો થયો હોય તેમ છેલ્લા એક માસમાં દરરોજ માર્ગ અકસ્માતમાં એક મૃત્યુ થયાની સરેરાશ આવે છેઝ ત્યારે વધુ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુની વિગત મુજબ, મોરબીના રકનગપર ગામની સીમમાં એલ ટાઇલ્સ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા કરણસિંહ રાજુભાઇ પરમાર ઉવ.૨૦ મૂળ આગાવાડા જી.દાહોદના વતની ગઈકાલ તા.૧૬/૧૨ના રોજ સાંજે પોતાના પિતાના નામે રજીસ્ટર પલ્સર બાઇક રજી.નં. જીજે-૧૦-સીબી-૦૩૮૩ લઈને જતા હોય તે દરમિયાન રંગપર-જેતપર રોડ વિરાટનગરથી આગળ તરલ પેટ્રોલપંપ સામે ડીવાઇડરની કટ પાસે રોડ ઉપર ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૦૭-જીઈ-૪૭૧૩ વાળાના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી પલ્સર બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રથમ સમર્પણ બાદ આયુષ હોસ્પિટલથી વધી સારવારમાં રાજકોટ લઈ જતા હોય ત્યારે શનાળા ગામ નજીક એમ્બ્યુલન્સ સ્ટાફે કરણસિંહને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર અકસ્માતમાં મૃત્યુના મામલે મૃતકના પિતા રાજુભાઈ મોતીભાઈ પરમારની ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









