મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક માર્ગ અકસ્માતના બનાવ અંગે મળતી માહિતી મુજબ, ગઈ તા. ૧૮/૦૬ ના રોજ રાત્રીના ૧૨ વાગ્યા આસપાસ અભિષેકકુમાર લલુઆ પ્રજાપતિ નામનો યુવક બજાજ પલ્સર બાઇક લઈને જતો હોય ત્યારે મોરબી-માળીયા હાઇવે ભરતનગર ગામ નજીક શ્રીક્રિષ્ના હોટલ નજીક પુરપાટ ગતિએ આવતા કોઈ અજાણ્યા વાહનની ઠોકરે અભિષેકકુમાર બાઇક સહિત રોડ ઉપર પટકાતા, ગંભીર ઇજાઓ કારણે અભિષેકકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો, ત્યારે અકસ્માતની ઘટના મામલે મૃતકના પિતા લલુઆ દસઇયા પ્રજાપતિ ઉવ.૫૨ રહે. ગામ ટીકુરી ટૌલા તા-બ્યોહારી જી-શાહદોલ મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, હાલ તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.