Thursday, January 9, 2025
HomeGujaratમાળીયા(મીં)માં સાઇન બોર્ડ સાથે ધડાકાભેર અથડાતા બાઈક ચાલક યુવકનું મોત

માળીયા(મીં)માં સાઇન બોર્ડ સાથે ધડાકાભેર અથડાતા બાઈક ચાલક યુવકનું મોત

માળીયા મીં.ના સરદારનગર (સરવડ) ગામ પાસેથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા બાઈક ચાલકે પોતાનું વાહન રોડ સાઈડમાં રહેલ સાઇન બોર્ડ સાથે ધડાકાભેર અથડાવી દેતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં પીપળીયા ચાર રસ્તા, ચામુંડા હોટલની પાસે અમજદ ટાયર સર્વિસમાં રહેતો વાહિદભાઇ નજીરભાઇ સાઇ નામનો યુવક ગત તા.૧૩/૧૨/૨૦૨૨ ના રોજ પોતાનું GJ-03-AQ-7394 નંબરનું હિરો સ્પેલન્ડર પ્લસ બાઈક લઈ સરદારનગર (સરવળ) ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેણે પોતાનું બાઈક પુરપાટ ઝડપે ચલાવી હેન્ડલ પરનું કાબુ ગુમાવતા બાઈક હનુમાનના મંદિર પાસે પીપળીયા ચાર રસ્તાથી માળીયા તરફ જતા હાઇવે રોડ પર રોડની સાઇડમા લગાવેલ સાઇન બોર્ડ સાથે ભટકાતા તેને માથામા ભાગે ગંભીર ઇજા થતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!