મોરબી જિલ્લામાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને વહીવટી તંત્ર પણ સા હરકતમાં આવ્યું છે. ત્યારે ગત તા.૦૫/૦૯/૨૦૨૨ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગત તા.૦૫/૦૯/૨૦૨૨ના રોજ રૂત્વીક તરશીભાઇ ઘોડાસરા નામનો ખાનપર ગામનો રહેવાસી મોરબીના પંચાસર રોડ પર આવેલ મામાદેવના મંદીર પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા ડમ્પર ચાલકે યુવકની જીજે.૩૬.એડી.૩૧૩૧ નંબરની સ્પ્લેન્ડર બાઈકને હડફેટે લેતા બાઈક સવાર રૂત્વીકને ડાબા પગમા ઢીંચણના ભાગે ફ્રેકચર આવ્યું હતું. તેમજ ડાબી આંખ પાસે તથા નાક પાસે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને કારણે તેને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. જે સમગ્ર મામલે ઇજાગ્રસ્તે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.