ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક સાકેત પોલીપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ બનાસકાંઠા જીલ્લાના ખરડોલ ગામના વતની માનસિંહ પરખાભાઈ આશલ ઉવ.૩૭ ગઈ તા.૧૬/૦૧ના સવારના ચાર વાગ્યાની આસપાસ પોતાના મોટર સાયકલ રજી.નં. જીજે-૦૮-બીએલ-૬૭૫૪ લઈને તેમના દીકરા સુરજને તેડવા મિતાણા ચોકડી જતા હોય ત્યારે જેનેક્શ કારખાના પાસે સામેથી આવતા ટ્રક રજી.નં. જીજે-૩૨-ટી-૩૩૧૨એ માનસિંહના બાઇકને હડફેટે લેતા મોટર સાયકલ સહિત તેઓ રોડ ઉલર પડયા હતા જેથી તેઓને નાકમાં ઇજા તથા હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, જેથી બાઇક ચાલક માનસિંહે ટંકારા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તોએ ચલાવી છે.