એક મહિના અગાઉ બનેલ અકસ્માતના બનાવ અંગે ફરિયાદ નોંધાઈ
માળીયા(મી)ના અર્જુનનગર ગામ નજીક કચ્છ તરફના રોડ ઉપર મોડીરાત્રીના પડધારીનો યુવક પુરપાટ ઝડપે બાઇક લઈને જતો હોય ત્યારે હાઇવે રોડ ઉપર અચાનક કૂતરું આડે ઉતરતા બાઇકની જોરદાર બ્રેક લગાવતા બાઇક સ્લીપ થઈ ગયું જે અકસ્માતના બનાવમાં બાઇક ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જે બાદ ઇજાગ્રસ્ત યુવકની સારવાર ચાલુ હોય ત્યારે એક મહિના બાદ ઇજાગ્રસ્ત યુવકના નાનાભાઈની ફરિયાદને આધારે પોલીસે ઇજાગ્રસ્ત બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જીલ્લાના પડધરી ગામ મોવૈયાની ધાર વિસ્તારમાં રહેતા અરબાઝભાઇ રસુલભાઇ પલેજા ઉંવ.૨૫ ગઈ તા.૨૬/૧૧ના રોજ મોડીરાત્રીના બાર વાગ્યાની આસપાસ પોતાના મોટરસાયકલ રજી.નં. જીજે-૧૨-ઇઆર-૫૧૨૯ લઈને પુરઝડપે ચલાવી અર્જુનનગરના પાટીયાથી ૨૦૦ મીટર કચ્છ તરફથી પસાર થતો હોય તે દરમિયાન રોડ ઉપર કુતરૂ આડુ આવતા અરબાઝભાઈએ મોટર સાયકલની બ્રેક મારતા, બાઇક સ્લીપ થયું હતી જેથી અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની ઘટનામાં અરબાઝભાઈને મોઢામા ઝડબાના ભાગે તથા હાથમા ફ્રેકચર તેમજ માથામા હેમરેજ જેવી ગંભીર ઇજા તથા શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી, ત્યારે હાંસલ અરબાઝભાઈની સારવાર ચાલુ હતી જે પૂર્ણ થતાં અરબાઝભાઈના નાનાભાઈ શાહબાઝભાઇ રસુલભાઇ પલેજા રહે.પડધરીવાળાએ માળીયા(મી) પોલીસ મથકમાં અકસ્માત અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે મોટર સાયકલ ચાલક આરોપી અરબાઝભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.