Tuesday, March 24, 2026
HomeGujaratવાંકાનેરમાં હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલક યુવક ગંભીર રીતે ઘાયલ

વાંકાનેરમાં હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલક યુવક ગંભીર રીતે ઘાયલ

વાંકાનેરના વધાસીયા ટોલનાકા નજીક અજાણ્યા ફોરવ્હીલ વાહને બાઈકને પાછળથી ટક્કર મારતા યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તના નાનાભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના વધાસીયા ટોલનાકા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, જેમાં વાંકાનેર અમરનાથ સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા ઉવ.૩૪ ગત તા.૧૫/૦૩ના રોજ પોતાના મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-બીએફ-૦૭૫૭ લઈને નવા ઢુંવાથી વાંકાનેર પરત જઈ રહ્યા હતા તે દરમિયાન વઘાસીયા ટોલનાકા નજીક ઈટ્ટો ના ભઠ્ઠા સામે અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં નરેન્દ્રસિંહ ઝાલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત બાદ ઈજાગ્રસ્ત નરેન્દ્રસિંહને પ્રથમ વાંકાનેરમાં સારવાર બાદમાં રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતા, જ્યાં માથાના ભાગે ૧૫ જેટલા ટાકા આવ્યા હતા. હાલ ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહના નાનાભાઈ રાજદીપસિંહની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!