મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે જતી આઇ ટ્વેન્ટી કાર રોડ પર ખાડો આવતાં ત્તે તારવવા જતાં કારે પલટી મારી હતી અને ડીવાઇડર સાથે અથડતા એક યુવાનનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી-વાંકાનેર નેશનલ રોડ ઉપર બંધુનગર ગામની સામે આવેલ ચામુંડા હોટલ નજીક શહેબાજ મોહમદરફીક મેમણ પોતાના હવાલાવાળી Gj-36-R-6577 નંબરની આઇ ટ્વેન્ટી ગાડી ફુલ સ્પીડમા પુર ઝડપે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા રોડમા અચાનક ખાડો આવતા તારવવા માટે જતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ઝડપથી પલ્ટી ખાઇને રોડની સાઇડમા ડીવાઇડર ઉપર આવેલ લોખંડની ઝાળી સાથે ભટકાતા લોખંડની ઝાળી તોડી બે ત્રણ પલ્ટી ખાઇ સર્વિસ રોડ ઉપર ઉંધી પડી જતાં શહેબાજ કારમાંથી બહાર ફંગોળાઇ જતા તેને માથાના પાછળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થતા તેનુ મોત નીપજતાં સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોમીલભાઇ રસીદભાઇ કુરેશી દ્વારા ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.