ટંકારામાં વધુ એક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટંકારામાં ખીજડીયા રોડ પર આવેલ સલીમભાઇના ફાર્મ હાઉસમા રહેતા છોટેલાલ બાબુભાઇ મલરામ નામના યુવકે ગઈકાલે જના છ વાગ્યાની આસપાસ પોતે પોતાના રહેણાંક સ્થળે હતા. ત્યારે કોઈ કારણસર ઉંદર મારવાની દવા પી જતા પ્રથમ સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઈમરજન્સી વોર્ડમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો.









