મોરબીમાં સીરામીકના કારખાનામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મશીનમાં કામ કરતી વેળાએ યુવકનું અચાનક મશીનમાં આવી જતા મોત નીપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર, મોરબીમાં સીમોરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો મહમદ અહેસાન સમસુલ શેખ નામનો યુવક ગઈકાલે સાંજના સમયે રફાળેશ્વર ગામની સીમમાં આવેલ સીમોરા સીરામીક કારખાનામાં કામ કરતો હતો. ત્યારે અકસ્માતે મશીનમાં આવી જતા તેના મૃતદેહને અન્ય કર્મીઓએ બહાર કાઢી મોરબી સરકારી હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.