બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્ષસ સિરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતો મૂળ યુપીનો વતની રાનુભાઇ મકરંદસિંહ ચૌહાણ (ઉ.વ.૨૦) નામનો યુવાન ગઈકાલે તા.૪ ના રોજ લખધીરપુર રોડ ઉપર લેક્ષસ સિરામીક પાસે આવેલ નર્મદા કેનાલમાં ન્હાવા જતા પગ લપસી જતા કેનાલનાં પાણીમાં પડી જતાં ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કેનાલમાંથી યુવાની લાશ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ તાલુકા પોલીસ મથકનાં એએસઆઈ એસ.આર.ચાવડા ચાલવી રહ્યા છે.









