મોરબીના રંગપર ગામ નજીક આવેલ ઓરાજોન પેપરમીલમાં નાઇટશિફ્ટ કામ કરી સુતેલ શ્રમિક યુવાનને લોડર ચાલકે હડફેટે લેતા લોડરનું તોતિંગ વ્હીલ યુવાન ઉપર ફરી વળતા ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપરમીલ કારખાનામાં નાઇટશિફ્ટ પુરી કરી મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યનો વતની શ્રમિક યુવાન મુકેશભાઇ ઉર્ફે. મુનેશભાઇ ઉવ.૧૮ ગત સવારે પેપરમીલ કારખાનામાં આવેલ વજનકાંટા પાસે સૂતો હોય ત્યારે તે દરમ્યાન લોડર રજી. નંબર GJ-36-S-1952 વાળાના ચાલકે આજુબાજુ જોયા વગર પોતાના હવાલાવાળુ લોડર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી શશ્રમિક મુનેશભાઇના શરીર ઉપર લોડરનુ વ્હીલ ફેરવી દેતા મુનેશભાઈને ખભામા, મસલમા તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મૃતક શ્રમિક યુવાનના પિતા લાલારામભાઇ રામસુખભાઇ રવીદાસ ઉવ.૪૪ રહે.હાલ ઓરાજોન પેપરમીલના લેબર ક્વાટરમા મુળરહે.ભીટારી તા.મઉ જી.ચિત્રકુટ(યુ.પી.)એ આરોપી લોડરનો ચાલક શીવબાબુ ગણેશપ્રસાદ રેદાસ ઉવ-૨૦ રહે.હાલ ઓરાજોન પેપરમીલ મુળરહે.ચકગોરા તા.માનીકપુર પંચાયત રાઇપુરા જી.ચીત્રકુટ (યુ.પી) વિરુદ્ધ મોરબી તાલુક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી લોડર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.