Saturday, August 23, 2025
HomeGujaratમોરબીમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતના બનાવમાં યુવક તેમજ આધેડ મહિલા ઇજાગ્રસ્ત

મોરબીમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતના બનાવમાં યુવક તેમજ આધેડ મહિલા ઇજાગ્રસ્ત

ટ્રક અને કાર ચાલક સામે ગુન્હો દાખલ કરાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર અને તાલુકા પોલીસ મથકે બે અલગ-અલગ માર્ગ અકસ્માતના બનાવ નોંધાયા છે. ટ્રક તથા કારના ચાલકની બેદરકારીથી ચલાવેલ વાહનોને કારણે બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે ટ્રક તથા કાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.

મોરબી જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ બનેલા માર્ગ અકસ્માતના બનાવોમાં એક યુવક તથા એક આધેડ મહિલા એમ બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે પ્રથમ બનાવ મામલે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો. જેમાં
તા. ૧૯ ઓગસ્ટની રાત્રે ઉમા ટાઉનશીપ રોડ સરસ્વતી સોસાયટી નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ભૌમીકભાઈ ધર્મેશભાઈ ઝુલાસણા ઉવ.૨૦ રહે. રવાપર હાલ હરિઓમ પાર્ક મોરબી મૂળરહે. શેરથલી ગામ તાલુકો જીલ્લો બોટાદ પોતાના મોટરસાયકલ રજી. જીજે-૩૩-સી-૦૬૮૫ ઉપર જતા હતા ત્યારે લેલન કંપનીનો ટ્રક રજી.નં. જીજે-૦૩-બીટી-૨૩૮૬ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી મોટર સાયકલને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભૌમીકભાઈને માથા, હાથ અને પગમાં ઈજાઓ થવા ઉપરાંત પાંસડીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અકસ્માતના બીજા બનાવ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયો હતો. જેમાં
તા. ૭ જુલાઈના રોજ બપોરના અરસામાં હળવદ-મોરબી રોડ ઉપર ઉમા રેસીડેન્સી સોસાયટીના ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ફરિયાદી ઉષાબેન ચંદુભાઈ દુદકીયા ઉવ.૪૫ રહે. લીલાપર ગામ વાળા પોતાના ઓળખીતા સુભાષભાઈના એક્ટિવા પર બેસીને મહેન્દ્રનગર ચોકડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સફેદ હ્યુન્ડાઈ કાર રજી.નં. જીજે-૦૫-આરએસ-૭૪૯૩ ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી કાર હંકારી એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઉષાબેનને જમણા પગમાં ઘૂંટણથી ઉપરના ભાગે ફ્રેક્ચર તેમજ જમણા હાથની આંગળીમાં ઇજા પહોંચી હતી. આ સાથે તાલુકા પોલીસે ઉષાબેનની ફરિયાદને આધારે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!